છેલ્લા 10 વર્ષોમાં મત્સ્ય ક્ષેત્રનો વિકાસ
કાર્યક્રમો અને યોજનાઓ
કાર્યક્રમો અને યોજનાઓ

અન્ય યોજનાઓ

માછીમાર કલ્‍યાણકારી આવાસ યોજના

માછીમાર કલ્‍યાણકારી યોજના અંતર્ગત રાજય આવાસ વિહોણા માછીમારોને આવાસ બાંધકામ માટે રૂા.પ૦,૦૦૦/-ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. માછીમાર કલ્‍યાણકારી આવાસ યોજના વિષે જાણો....

સકીય માછીમારો માટેની જુથ અકસ્‍માત વિમા યોજના

આ યોજના તળે રાજય ના તમામ સક્રિય માછીમારો ને અકસ્‍માતે અવસાન સબબ તેમજ કાયમી અપંગતા ના કિસ્‍સા માં રૂ.૧.૦૦ લાખનું તથા અકસ્‍માતે અંશત અપંગતાના કિસ્‍સા માં રૂ. પ૦,૦૦૦/- નું વિમા કવચ પુરુ પાડવામાં આવે છે.અકસ્‍માત વિમા યોજના વિષે જાણો....

માછીમારો માટે ડિઝલ વેટ રાહત યોજના

એક કે તેથી વધુ ર૦ મીટર થી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના તમામ માછીમારોને નીચેની વિગતે એન્જીનના હોર્સ પાવર વાઇઝ અને સરકારશ્રી દ્વારા માન્ય ડિઝલ પંપો પાસેથી માછીમારીના હેતુ માટે ખરીદેલ વાર્ષિક ડિઝલના ક્વોટા ઉપર ૧૦૦ ટકા વેટ રાહત આપવામાં આવે છે.

દરિયાઇ મત્સ્યોધોગ

માછીમારી બોટોનુ રજીસ્ટ્રેશન

ગુજરાત મત્સ્યોધોગ કયદો અને નિયમો-૨૦૦૩ મુજબ ગુજરાત રજ્યના દરિયાકંઠેથી મછીમારી કરતી તમામ બોટોનુ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવુ ફરજિયાત છે.માછીમારી બોટોનુ રજીસ્ટ્રેશન કરવા વિષે જાણો....

માછીમારી માટેનુ લાયસંસ

ગુજરાત મત્સ્યોધોગ કાયદો અને નિયમો-૨૦૦૩ મુજબ કોઇપણ બોટ માલિક નિર્દિષ્ટ વિસ્તારમા લાયસંસ વગર માછીમારી કરી શકશે નહિ.

માછીમારોને બાયોમેટ્રીક કાર્ડ પુરા પાડવા

રાજ્ય સરકારે દરીયામા માછીમારી કરતા માછીમારોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે બાયોમેટ્રીક કાર્ડ આપવાનુ નિર્ધારેલ છે.માછીમારોને બાયોમેટ્રીક કાર્ડ પુરા પાડવા વિષે જાણો....

મછીમારી બોટોની કલર કોડની કામગીરી

દરિયામા મચીમારી કરતી તમામ બોટોને રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર તમામ બોટોમા નિયત કલર કોડ માટે ગુજરત મત્સ્યોધોગ કાયદો અને નિયમો-૨૦૦૩ ના ચેપ્ટર-૩, (૭)(૩૫) મ પણ જોગવાઇ કરવામા આવેલી છે. તેથી દરેક બોટ માલિકે તેની બોટો પર કેબિન અને બોટની બહારના ભાગે નિર્ધારિત કરેલ કલર કરવાનો રહે છે.મછીમારી બોટોની કલર કોડની કામગીરી વિષે જાણો....

નો ફીશીંગ ઝોન

મત્સ્યોધોગ કાયદા-૨૦૦૩ મા થયેલ જોગવાઇ મુજબ કોઇપણ બોટ માલિક કે બોટના ટંડેલ પ્રતિબન્ધિત વિસ્તારમા કે "નો ફીશીંગ ઝોન" મા મછીમારી કરી શકશે નહી. નિયમનુ ઉલ્લન્ધન કરનારની સામે કાયદામા થયેલ જોગવાઇ મુજબ કર્યવાહિ હાથ ધરવામા આવશે.

મત્સ્યોધોગ ના હેતુ માટે સબસીડાઇડ કેરોસીન વિતરણ

મત્સ્યોધોગ- માટે ઓ.બી.એમ. થી ચાલતી નાની હોડીઓને મશીન ઓપરેટીંગ માટે બળતણ તરીકે તેમજ આઇબીએમ થી ચાલતી બોટોને દરીયામા દિવાબતી માટે કેરોસીન ફાળવણી કરવામા આવે છે.

  • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://vibrantgujarat.com/, Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
  • DigiLocker
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation