છેલ્લા 10 વર્ષોમાં મત્સ્ય ક્ષેત્રનો વિકાસ
કાર્યક્રમો અને યોજનાઓ
કાર્યક્રમો અને યોજનાઓ

દરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ

ખેડુતોએ દરિયાઇ મત્સ્યોદ્યોગ માટેશું કરવું જોઈએ

૧ મે, ૧૯૬૦ ના દિવસે જ્યારે ગુજરાતને બંધારણીય રાજ્યનો દરજ્જો મળ્યો, અને ગુજરાત રાજ્ય મુંબઇમાંથી છુટું પડ્યું ત્‍યારે મત્‍સ્‍યોદ્યોગ વિભાગ પોતાની પાસે રહેલી ૩૫૩૧ જેટલી બોટો સાથે શરૃ થયો હતો. જેમાં ૩૧૪ જેટલી મશીનથી ચાલતી અને ૩૨૧૭ જેટલી મશીન વગર ચાલતી બોટોનો સમાવેશ થતો હતો. દરિયાઇ ઉત્‍પાદન ૭૯૪૧૨ મિલિયન ટન જેટલું હતું. જેની કુલ કિંમત રૂ.૧૭૫.૭૫ લાખ જેટલી હતી. વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન બોટોની સંખ્‍યા વધીને ૩૫૦૩૬ જેટલી થઇ ગઇ છે. જેમાં ૨૪૯૩૪ મશીન વડે ચાલતી અને ૧૦૧૦૨ મશીન વગર ચાલતી બોટોનો સમાવેશ થાય છે. અને દરિયાઇ ઉત્‍પાદન ૬,૯૮,૮૩૨ ટન જેટલું થયું છે. જેની કુલ કિંમત રૂ.૪૮૪૨૦૧.૧૯ લાખની થાય છે.

આ યોજના દ્વારા ખેડુતોને દરિયાઇ મત્સ્યોદ્યોગ માટે નીચે પ્રમાણેના લાભ મળી શકે.

દરિયાઈ સાધનો પુરા પાડવા અન્ય પૂર્વ જરુરી સવલતો પુરી પાડવી

પાકિસ્તાન સતાવાળાઓ દ્વારા માછીમારોની કરવામાં આવેલ ધર૫કડ બાબતે માછીમારના કુટુંબને આર્થિક દૈનિક સહાય

પાકિસ્તાન સત્તાવાળાઓ દ્વારા માછીમારની જે દિવસે ધર૫કડ કરવામાં આવે તે દિવસથી તે પાકિસ્તાન કસ્ટડીમાંથી મુક્ત થાય ત્યાં સુધી તે માછીમારોના કુટુંબને દૈનિક દર રૂ. ૧૫૦/- લેખે આર્થિક સહાય આપવામાં આવે છે.પાકિસ્તાન સતાવાળાઓ દ્વારા માછીમારોની કરવામાં આવેલ ધર૫કડ બાબતે માછીમારના કુટુંબને આર્થિક દૈનિક સહાય યોજના વિષે જાણો.

આધુનિક સાધનો ઉપર સહાય

ઇલેકટ્રીક સાધનોની ખરીદી ઉપર સહાય

દરિયામાં માછીમારી કરતા માછીમારોને બે બેટરી ધરાવતી બોટોને ઇલેકટીક સાધનો જેવા કે ઇન્વર્ટર, ઇલેકટ્રીક સગડી,વોટરપંપ સીએફએલ લેમ્પના યુનીટની ખરીદી પર મહત્તમ રૂા.૧પ,૦૦૦/-સહાય આપવામાં આવે છે.ઇલેકટ્રીક સાધનોની ખરીદી ઉપર સહાય યોજના વિષે જાણો.

લાઇફ સેવીંગ એપ્લાયન્સીંસ

દરિયામાં માછીમારી કરતા માછીમારોને આધુનિક સાધનો પૈકી લાઇફ સેવિંગ જેકેટ રૂ.ર૦,૦૦૦/- ( ૬ નંગ) , લાઇફ બોય રીંગ રૂ. ૧૦,૦૦૦/-(ર નંગ) , ઇમર્જન્સી લાઇટ રૂ.૧૦,૦૦૦/- (ર નંગ) તેને એક યુનિટ ગણી યુનિટ કોસ્ટ રૂ. ૪૦,૦૦૦/- ના પ૦ ટકા લેખે રૂા.ર૦,૦૦૦/-ની મહત્તમ સહાય આપવામાંઆવે છે.લાઇફ સેવીંગ એપ્લાયન્સીંસ વિષે જાણો.

પગડીયા માછીમારોને સહાય

પગે ચાલીને માછીમારી કરવા જતાં માછીમારોને માછીમારી કરવા માટે સાઇકલ રૂા. ૩૦૦૦/-, જાળ રૂા. ૩૦૦૦/-, ઇન્સ્યુલેટેડ બોક્ષ રૂા. ૧પ૦૦/- ,વજનકાંટો રૂા. પ૦૦/- કુલ મળીને યુનીટ કોસ્‍ટ રૂા. ૮૦૦૦/- ના ૯૦ ટકા લેખે રૂા. ૭ર૦૦/- ની મહત્‍તમ સહાય આપવામાં આવે છેપગડીયા માછીમારોને સહાય વિષે જાણો

માછલા પકડવાની હોડીઓનું યાંત્રિકરણ અને તેની સુધારણા

પરંપરાગત રીતે માછીમારી કરતાં નાના ગરીબ માછીમારો દરિયામાં નજીકના અંતરે માછીમારી કરે છે તેમને યાંત્રિકરણ તરફ વાળવા ઓબીએમ ઉપર સહાય આપવામાં આવે છે. જેમાં ઓ.બી.એમ. મશીનની ખરીદીની સામે પ૦ટકા અથવા રૂા.૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તેટલી સહાય આપવામાં આવે છે.માછલા પકડવાની હોડીઓનું યાંત્રિકરણ અને તેની સુધારણા વિષે જાણો

પ્રક્રિયા,જાળવણી અને ખરીદ વેચાણ, ખરીદ સહાય

ખાનગી ધોરણે વિકસાવેલ કોલ્ડ સ્ટોરેજ, આઇસ પ્લાન્ટ ના અપગ્રેડેશન પર નીચેની વિગતે સહાય આપવામાં આવે છે.

  • કોલ્ડ સ્ટોરેજના અપગ્રેડેશન માટે ખર્ચના પ૦ ટકા અથવા મહત્તમ રૂા.ર.પ લાખ બે માંથીજે ઓછુ હોય તેની સહાય
  • આઇસ પ્લાન્ટના અપગ્રેડેશન માટે ખર્ચના પ૦ ટકા અથવા મહત્તમ રૂા.પ.૦૦ લાખ બે માંથીજે ઓછુ હોય તેની સહાય
પ્રક્રિયા,જાળવણી અને ખરીદ વેચાણ, ખરીદ સહાય વિષે જાણો

ટ્રોલીંગ કરતી બોટોના ટ્રોલનેટનો છેલ્લો ભાગ એટલે કે કોડએન્ડની મેશ સાઈઝ ૪૦ એમ.એમ. રાખવા ઉપર સહાય.

દરિયાઈ ટ્રોલીંગ કરતી બોટોને ટ્રોલનેટનો છેલ્લો ભાગ એટલે કે કોડએન્ડની મેશ સાઈઝ ૪૦ એમ.એમ. રાખવા ઉપર કોડ એન્ડની ખરીદી ઉ૫ર ૧૦૦% સહાય આપવામાં આવે છે.

નાના અને પગડીયા માછીમારો કે જેઓ બહારના યંત્રો ઉપર માછીમારી કરે છે. તેઓને ૪ ઇંચ થી વધુ મેસ સાઇઝની ગીલ નેટની ખરીદી ઉપર સહાય

૩ર ફુટથી નીચેની નાના કદની બોટો દવારા માછીમારી કરતા માછીમારોને ૪ ઇંચથી ઉપરની મેશ સાઇઝની ગીલ નેટની ખરીદી ઉપરની ૧.૦૦ લાખની મર્યાદામાં રપ ટકા અને મહત્‍તમ રૂા. રપ,૦૦૦/- સહાય આપવામાં આવે છે.મેસ સાઇઝની ગીલ નેટની ખરીદી ઉપર સહાય વિષે જાણો

મત્‍સ્‍યાઘોગ ક્ષેત્રે માછીમાર મહિલાઓના સ્‍વ સહાય જુથોને ગૃહ ઉઘોગ દવારા નાણાકીય સહાય

આ યોજનાનો લાભ જે તે મત્‍સ્‍ય ઉતરાણ કેન્‍દ પર રજીસ્‍ટર થયેલ સ્‍વ સહાય મહિલા જુથને એક જ વખત મળવાપાત્ર રહેશે.મહિલાઓના સ્‍વ સહાય જુથોને ગૃહ ઉઘોગ દવારા નાણાકીય સહાય વિષે જાણો

માછીમારોની બોટ પર હાઇજેનીક ટોઇલેટ અથવા પોર્ટેબલ ટોઇલેટ બનાવવા માટે સહાય આપવાની યોજના

આ યોજના તળે દરિયામાં માછીમારી કરતી બોટોમાં કાયમી અથવા પોર્ટેબલ સંડાસની સુવિધા ઉપલબ્‍ધ કરવા માટે તેની યુનીટની કિમત રૂ. ૧પ,૦૦૦/- જેની ઉપર મહત્‍તમ રૂ..૧૦,૦૦૦/- અથવા ખરેખર થયેલ ખર્ચ એ બેમાંથી જે ઓછું હશે તે પ્રમાણે સહાય આપવામાં આવે છે.પોર્ટેબલ ટોઇલેટ બનાવવા માટે સહાય વિષે જાણો

માછીમારોની બોટો ઉપર સેફટી સાધનો પુરા પાડવા

દરિયામાં માછીમારી કરતી બોટોમાં માન્‍યતા આપેલ ડીસ્‍ટ્રેસ એલર્ટ ટ્રાન્સમિટરની ખરીદ કિંમત ઉપર ૯૦ ટકા અથવા ૧પ,૩૦૦/- બે માંથી જે ઓછુ હશે તે સબસીડી આપવામાં આવે છે.સેફટી સાધનો પુરા પાડવા માટે સહાય વિષે જાણો

માછીમારોને મચ્છીની સુકવણી માટે સોલાર ડ્રાયરની ખરીદી ઉપર સહાય

નાની સોલાર ડ્રાયર- યુનિટ કોસ્ટ રૂ. ૧,પ૦,૦૦૦/-ના પ૦ ટકા લેખે રૂ. ૭પ,૦૦૦/- મહત્તમ સહાય તથા મોટી સોલાર ડ્રાયર - યુનિટ કોસ્ટ રૂ. ર૦,૦૦,૦૦૦/- ના પ૦ ટકા લેખે રૂ. ૧૦,૦૦,૦૦૦/- મહત્તમ સહાય માછીમારોનેઆપવામાં આવે છે.

માછીમારી હોડીઓ માટે સોલાર શક્તિ ધરાવતા એન્જીનથી સંચાલિત સી.એલ.એફ. બલ્બની ખરીદી ઉપર સહાય

સોલાર લાઇટની યુનિટ કોસ્ટ રૂ. ૧પ,૦૦૦/-ની સામે મહત્તમ રૂ. ૧૦,૦૦૦/- અથવા સોલાર લાઇટની મહત્તમ કિંમત આ બે માંથી જે ઓછું હોય તે સહાય પેટે માછીમારોને મળવાપાત્ર થશે.

ઇન્યુલેટેડ બોક્ષ (એફ. આર. પી. બોટ માલિક માટે )

આ યોજના હેઠળ દરિયામાં માછીમારી કરતા એફઆરપી બોટ માલિકોને માછલીની સાચવણી માટે પ્રતિ લાભાર્થી / એફઆરપી બોટ દીઠ ૫૦૦ લીટર સુધીની ક્ષમતા ધરાવતા ઈન્સ્યુલેટેડ બોક્ષ વધુમાં વધુ ૧ ની ખરીદી પર યુનિટ કોસ્ટસ રૂ./ ૧૫૦૦૦/- ના ૫૦% સહાય અર્થવા ખરીદ કિંમતના ૫૦% પૈકી જે રકમ ઓછી હોય તે આપવા પાત્ર થશે. એફ. આર. પી. બોટ માલિક માટે

  • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://vibrantgujarat.com/, Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
  • DigiLocker
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation