છેલ્લા 10 વર્ષોમાં મત્સ્ય ક્ષેત્રનો વિકાસ
ખાતા વિશે

પરિચય

ભારતના પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત રાજય દેશનો ૧/૫ ભાગનો દરિયા કિનારાનો વિસ્‍તાર તેમજ ઇકોનોમીક એકસકલુઝીવ ઝોન ધરાવતો હોઇ મત્‍સ્‍યોદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવતું રાજય છે. જે દેશના કુલ દરીયાઇ ઉત્‍પાદનમાં ૨૦ % જેટલો ફાળો આપે છે. વળી ૬ મોટા જળાશયો તથા નાના મોટા જળાશયો તથા સરદાર સરોવરના કમાન્‍ડ એરીયાથી આંતરદેશીય મત્‍સ્‍યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે.

૩.૭૬ લાખ હેકટર જેટલો ભાંભરાપાણીનો વિસ્‍તાર ધરાવતું રાજય હોઇ વલસાડ, સુરત, ભરૂચ જેવા દરિયાઇ વિસ્‍તારના જીલ્‍લાઓમાં ભાંભરાપાણી મત્‍સ્‍યોદ્યોગના વિસ્‍તારની વિપુલ તકો ધરાવે છે. જેમાં ઝીંગા જેવી વધુ કિંમત ધરાવતી માછલી મળે છે. માછલી માછીમારોને આર્થિક રીતે પગભર કરવામાં મદદરૂપ થઇ શકે તેમ છે. પશુધન ગણતરી ૨૦૦૭ મુજબ રાજયમાં ૧૦૫૮ મત્‍સ્‍યગામોમાં ૫.૫૯ લાખ માછીમારોની વસ્‍તિમાં ૨.૧૮ લાખ સક્રિય માછીમારોછે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન ૨૪૯૩૪ યાંત્રિક હોડીઓ તથા ૧૦૧૦૨ બિન યાંત્રિક હોડીઓ મળી કુલ ૩૫૦૩૬ હોડીઓ સાથે મત્‍સ્‍ય પકડાશ દવારા દરીયાઇ મત્‍સ્‍ય ઉત્‍પાદન ૬.૯૯ લાખ મે.ટન તથા આંતરદેશીય મત્‍સ્‍ય ઉત્‍પાદન ૧.૧૭ લાખ મે.ટન થયેલ છે. જેમાંથી ૨.૩૭ લાખ મે.ટન પરદેશ નિકાસ કરી રૂ. ૪૪૧૨.૧૪ કરોડનું વિદેશી હૂડીયામણ કમાવી દેશના આર્થિક વિકાસમાં મહત્‍વનો ફાળો આપેલ છે.

મત્સ્યોદ્યોગ ખાતા દવારા ઘડવામા આવેલ પોલીસી

 • ગુજરાત મત્‍સ્‍યોદ્યોગ અધિનિયમ - ર૦૦૩ના નિયમો તા.૧૫/૦૮/૨૦૦૩ થી રાજયમાં અમલમા મુકવામા આવ્‍યા.
 • જળાશયોમાં મત્‍સ્‍યોદ્યોગ અંગે તા.૨૫/૦૨/૨૦૦૪થી અદ્યતન ઇજારા નિતિ તૈયાર કરવામાં આવી તેમજ ગ્રામ્‍ય તળાવો માટે અલગ ઇજારા નિતિ તા૧૫/૦૭/૨૦૦૩ થી બહાર પાડવામાં આવી.

ઇનોવેટીવ સ્ટેપ્સ

 • દરીયાઇ મત્સ્ય ઉત્પાદન વધારવા માટે નવી પધ્‍ધતિઓ દાખલ કરવાનું આયોજન. (આર્ટીફીસીયલ રીફ ની સ્‍થાપના અને સીવીડ કલ્‍ચર)
 • આંતરદેશીય મત્સ્યોદ્યોગ માં મત્સ્ય ઉત્પાદન વધારવા માટે નવી પ્રજાતિઓનો ઉછેર.(કેઇજ કલ્‍ચર પધ્‍ધતિ દાખલ કરવી)
 • ભાંભારપાણી વિસ્તારમાં મત્સ્ય ઉત્પાદન વધારવા આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડવી. તથા જમીન ફાળવણીની નીતીમાં સરળીકરણ કરવું.
 • સ્વચ્છ અને આરોગ્યપ્રદ મત્સ્ય વિત્તરણની વ્યવસ્થા.(ફીશ માર્કેટની સ્‍થાપના)
 • અદ્યતન ફીશીંગ હાર્બર અને લેન્ડીંગ સેન્ટર્સ નો વિકાસ.
 • કોસ્‍ટલ સીકયુરીટીના ભાગરૂપે સલામત, આધુનિક અને નફાકારક મત્સ્યોદ્યોગ માટે મત્સ્યોદ્યોગ કાયદાની અમલવારી.
 • કોસ્‍ટલ સીકયુરીટીના ભાગરૂપે ફીશીંગ બોટ મુવમેન્‍ટ, કલરકોડની અમલવારી, વેસલ્‍સ ટ્રેકીંગ સીસ્‍ટમની પધ્‍ધતિ દાખલ કરવાનું આયોજન.
 • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://vibrantgujarat.com/, Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
 • DigiLocker
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation