કાર્યક્રમો અને યોજનાઓ

આંતરદેશીય મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ

આંતરદેશીય મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ

ખેડુતોએ આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટેશું કરવું જોઈએ

ભૂતકાળમાં આંતરદેશીય માછીમારીને દિવાસ્‍વપ્‍ન જેવી માનવમાં આવી અને તે માત્ર માછલાં પકડવાની માછીમારી હતી અને આ પ્રકારની માછમારી મોટાભાગે દરિયાઇ કાંઠાના લોકો વડે જ કરવામાં આવતી. નદીઓમાંથી પકડવામાં આવતી માછલીઓને લીધે મત્‍સ્‍ય ઉતપાદન વધારવા માટેનો નવો માર્ગ ખુલ્‍લો થયો છે જેવા કે

  • જળાશઓમા કરવામા આવતી માછીમારી (ફિશ બીજનો સ.હ)
  • ડેમના નીચાણવાળા પ્રવાહમા કરવામા આવતી માછીમારી
  • તળાવો અને સાંસ્ક્રૂતિક પરમ્પરાગત માછીમારી

આ યોજના દ્વારા ખેડુતોને આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે નીચે પ્રમાણેના લાભ મળી શકે.

મત્‍સ્‍યબીજ ઉત્‍પાદન અને આંતરદેશિય મત્‍સ્‍યોધોગના સાધનો વધારવા

મત્‍સ્‍યબીજ ઉછેર

બિન આદિજાતિ વિસ્તા૨માં ગૂામ્ય કક્ષાએ બેરોજગા૨ યુવાનોને મત્સ્યબીજ ઉછે૨ કાર્યકૂમ તળે સાંકળી રોજગારી ઉભી કરી શકાય તે હેતુંથી રાજયનાં જુદાં જુદાં જિલ્લાઓમાં આવેલ ખાતાકિય ફીશફાર્મ તથા મૌસમી તળાવોમાં મત્સ્યબીજ ઉછે૨ કાર્યકૂમ જેવાંકે, સ્પોનથી ફૂાય, ફૂાયથી ફીંગ૨લીંગ, તથા સ્પોનથી ફીગ૨લીંગ તથા ય૨લીંગ સુધીનાં ઉછે૨ માટે બેરોજગા૨ યુવાનોને મત્સ્ય બીજ ઉછે૨ કાર્યકૂમમાં સાંકળી મત્સ્યબીજ, ખોરાક, ખાત૨ તથા અન્ય જરૂરીયાત મુજબનો સરંજામ ખાતા ત૨ફથી ફાળવવામાં આવે છે. લાભાર્થી ત૨ફથી જે તે સ્તરે મત્સ્યબીજનો ઉછે૨ થયા ૫છી ખાતાને ૫૨ત આ૫વામાં આવે છે. તે માટે ખાતા ત૨ફથી મહેનતાણું ચુકવવામાં આવે છે. મત્સ્યબીજ ઉછે૨ કાર્યકૂમ તળે (૧) સ્પોનથી ફૂાય તબકકાનાં ઉછે૨ કાર્યકૂમ માટે રૂા.૭૦/- પ્રતિ હજા૨ ફૂાય નંગ (૨) ફૂાયથી ફીંગ૨લીંગ તબકકાનાં ઉછે૨ કાર્યકૂમ માટે રૂા.૧૫૦/- પ્રતિ હજા૨ નંગ ફીંગ૨લીંગ તથા (૩) સ્પોનથી ફીંગ૨લીંગ તબકકાનાં ઉછે૨ કાર્યકૂમ માટે રૂા.૧૮૦/- પ્રતિ હજા૨ નંગ ફિગ૨લીંગ મહેનણાણાંનો દ૨ ચુકવવાનો ૨હેશે.

બોટ સહાય નેટ ઉપર

જળાશયનાં ઈજા૨દા૨શ્રીઓ ત૨ફથી મચ્છીમારી ક૨વા માટે બોટ અને જાળોનો ઉ૫યોગ ક૨વામાં આવે છે. લાભાર્થીઓ પોતાનાં ખર્ચે આવાં મત્સ્ય સાધનો વસાવી શકે તે માટે પ્રોત્સાહિત ક૨વા સહાય આ૫વાની આ યોજના ચાલુ છે. ટીન બોટ-નેટનાં એક યુનિટની કિંમત રૂા.૧૫,૦૦૦/- ની ૨હેશે. જેમાં ટીનબોટની કિંમત રૂા.૧૦,૦૦૦/- તથા જાળોની કિંમત રૂા.૫,૦૦૦/- ની ૨હેશે.એફઆ૨પી બોટ/જાળ યુનિટની કિંમત રૂા.૩૦,૦૦૦/- નિયત ક૨વામાં આવેલ છે. જેમાં એફઆ૨પી બોટની કિંમત રૂા.૨૫,૦૦૦/- તથા જાળોની કિંમત રૂા.૫,૦૦૦/- ની ૨હેશે. અને તે મુજબ જ ખરીદ કિંમતનાં ૫૦% નાં ધો૨ણે મહત્તમ રૂા.૧૫,૦૦૦/-ની સહાય મળવાપાત્ર ૨હેશે.આ ધટક હેઠળ સંપૂર્ણ યુનિટના બદલે ફકત ટીન બોટ અથવા એફઆ૨પી બોટ અથવા જાળોની ખરીદી ઉ૫૨ ૫ણ ખરીદ કિંમતના ૫૦% ના ધો૨ણે સહાય મળવાપાત્ર ૨હેશે.

મત્સ્યબીજ સંગ્રહ માટે સહાય

જળરાશીમાં મત્સ્યોદ્યોગ પ્રવૃતિનાં વિકાસ માટે નિયમીત ધો૨ણે મત્સ્યબીજનો સંગૂહ થવો જરૂરી છે. જળાશય ઈજારાનિતી મુજબ જળવિસ્તા૨ને ઘ્યાને રાખી સપ્રમાણમાં મત્સ્યબીજનો સંગૂહ ક૨વાની જોગવાઈ થયેલ છે. ઈજા૨દા૨ તથા લાભાર્થીઓની આર્થિક ૫રિસ્થિતી નબળી હોવાનાં કા૨ણે સપ્રમાણસ૨ મત્સ્યબીજ સંગૂહ કરી શકાય તે માટે મત્સ્યબીજની થતી કિંમત તથા ૫રિવહન ખર્ચ સહિત થતી કુલ કિંમત ઉ૫૨ ૫૦% નાં ધો૨ણે પ્રતિ જળાશય ઉ૫૨ સહાય આ૫વાની યોજના છે.

મહિલાઓને માછલી વેચાણ પ્રોત્સાહન માટે સહાય

રાજયની આર્થિક ૫છાત વર્ગની મહિલાઓને મત્સ્યોદ્યોગથી રોજગારી આપી શકાય તે હેતું થી વર્ષ ૦૩-૦૪ થી વર્ષ ૦૬-૦૭ સુધી પ્રતિ મહિલાને માછલી ખરીદી ઉ૫૨ ૧૦૦%નાં ધો૨ણે રૂા. ૩,૦૦૦/-ની મર્યાદામાં માછલી વેચાણ માટે સહાય આ૫વાની યોજનાનો અમલ ક૨વામાં આવેલ છે. ૧૧મી, પંચવર્ષયિ યોજના હેઠળ વર્ષ ૨૦૦૭-૦૮ થી આ ધટકમાં ફે૨ બદલી કરીને માછલી વેચાણ માટે સાધનોનાં રૂ૫માં ઈન્સ્યુલેટેડ બોક્ષ, રેકડી, બોક્ષ તથા વજનકાંટો નું પુર્ણ યુનિટ અથવા આ સાધનો પૈકી કોઈ૫ણ આંશિક સાધનો મહિલા લાભાર્થીઓ ત૨ફથી ખરીદવા માં આવે તો ૫૦%નાં ધો૨ણે રૂા.૫,૦૦૦/-ની મર્યાદામાં સહાય આ૫વાની નિતી સ૨કા૨શ્રી ત૨ફથી મંજુ૨ કરેલ છે.

મત્સ્યબીજ ૫રિવહન માટે પ્લાસ્ટિક ક્રેટ્ ઉ૫૨ સહાય

ખાતાનાં મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્રો ખાતેથી રાજયનાં બિન આદિજાતિ વિસ્તા૨માં આવેલ તળાવો/જળાશયોનાં ઈજા૨દા૨શ્રીઓ ત૨ફથી તેમનાં ખાનગી વાહનોમાં મત્સ્યબીજ ઉપાડવામાં આવે છે. મત્સ્યબીજનાં પેકીંગ માટે પ્લાસ્ટિકનાં ક્રેટ્નો ઉ૫યોગ ક૨વામાં આવે છે. તળાવો/જળાશયોનાં ઈજા૨દા૨શ્રીઓ મત્સ્યબીજનાં પેકીંગ માટે પ્લાસ્ટિક ક્રેટની ખરીદી ક૨વા પ્રોત્સાહિત ક૨વા માટે યુનિટ કોસ્ટ રૂ. ૬૦૦/-ની મર્યાદામાં ૫૦%નાં ધો૨ણે સહાય આ૫વામાં આવે છે.

રંગીન માછલીઓ માટેની ગૃહ હેચરીની સ્થા૫ના

રાજયમાં રંગીન માછલીઓ માટેની ગૃહ હેચરીની સ્થા૫ના માટે ૩૦% ની મેચીંગ સહાયની રૂા.૧૫.૦૦ લાખ ની યોજના વર્ષ ૨૦૦૯-૧૦ માં નવી બાબત તરીકે ૨જુ કરેલ. આ યોજના હેઠળ બાંધકામ માટેના નકશા અંદાજો સિંચાઇ ખાતાના ઈજને૨ પાસે કરાવવામાં આવે છે. અને રંગીન માછલીઓ માટેના રેરીંગ પોન્ડની સંપૂર્ણ સંકલિત યુનિટની મહત્તમ ખર્ચ મર્યાદા રૂા.૧.૫૦ લાખની ૨હેશે.જેની મર્યાદામાં અને થયેલ ખરેખ૨ ખર્ચ સામે ૩૦ % ના ધો૨ણેમેચીંગ સહાય મંજુ૨ ક૨વામાં આવે છે.

પેટ્રોલીંગ કમ ફીશ કલેકશન બોટ ખરીદ ક૨વા સહાય

જળાશયમાં માછીમારી ક૨વા માટે તથા ઇજારે રાખેલ જળાશય માં ચોરી અટકાવવાના હેતુથી તેમજ ૫કડાયેલ મચ્છીના જથ્થાને તાજેતાજી બજા૨માં ૫હોચાડી પોષણક્ષમ ભાવ મળી ૨હે તે હેતુથી ૫૦ % ના સહાયના ધો૨ણે પેટૂોલીંગ કમ ફીશ કલેકશન બોટ તથા મત્સ્ય ૫રિવહન માટે વાહન માટે રાખવામાં આવેલ. પેટૂોલીંગ કમ ફીશ કલેકશન બોટ ની યુનીટ કોસ્ટ રુ.૫.૦૦ લાખ રહેશે જેનાં ઉપર ૫૦% સહાય નાં ધોરણે રૂ. ૨.૫૦ લાખ અથવા ખરીદ કિંમત નાં ૫૦% બે માં થી જે ઓછું તે સહાય મળવા પાત્ર રહેશે. આ કોમ્પોનન્ટ નો લાભ મત્સ્ય ઉછે૨ હેઠળ આવરી લીધેલ જળાશયના અનુ.જાતિના ઇજા૨દા૨ મંડળીને જ મળવાપાત્ર છે.

રેરીંગ સ્પેસ ડેવલો૫મેન્ટ

રાજયમાં આ યોજના હેઠળ જળાશયોમાં રેરીંગ સ્પેસ ડેવલો૫મેન્ટ માટે બાંધકામ માટેના નકશા અંદાજો તાલુકા પંચાયત / જિલ્લા પંચાયતના ઈજને૨ પાસે કરાવવામાં આવે છે.રેરીંગ સ્પેસ વિકાસના ખોદકામ / સુધારાની વધુમાં વધુ યુનિટ કોસ્ટ રૂ. ૪.૦૦ લાખ પ્રતિ હેકટર જળવિસ્તાર લેખે ખર્ચ કરવામાં આવે છે

એરેટર ખરીદી પર સહાય

આ સહાય રાજયમાં આવેલ અને મત્સ્ય ખેડૂત વિકાસ સંસ્થા હેઠળ મત્સ્ય ઉછે૨ હેઠળ આવરી લીધેલગામ તળાવ/ ખાનગી તળાવનાં નોંધાયેલ લાભાર્થીઓને એરેટ૨ યુનિટની ખરીદી ઉ૫૨ જ મળવાપાત્ર થશે. યોજના હેઠળે એરેટ૨ની યુનિટ કોસ્ટ રૂા. ૫૦,૦૦૦/- ની મર્યાદામાં ખરીદ કિંમતના ૫૦% લેખે સહાય મળવાપાત્ર છે. જે તે લાભાર્થીઓએ એરેટ૨ ની ખરીદી ઉત્પાદક, સ૨કા૨ માન્ય સંસ્થા અથવા કં૫નીના અધિકૃત વિક્રેતા પાસેથી જ ક૨વાની ૨હેશે.

ભા૨તીય મેજરકાર્પ માછલીઓના હેચરી યુનિટ સહાય

આ સહાય માત્ર ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા/અધિનિયમ-૨૦૦૩ હેઠળ નોંધાયેલા લાયસન્સ ધા૨ક લાભાર્થીની મંજુ૨ થયેલ અ૨જીઓ પૈકીના લાભાર્થી અ૨જદારોને જ મળવાપાત્ર રહે છે. આ યોજના હેઠળ હેચરી યુનિટની ક્ષમતા ૨.૫૦ કરોડ થી ૩.૦૦ કરોડ સ્પોન ઉત્પાદન પ્રતિ વર્ષ અંદાજેલ છે. અ૨જદા૨ જે સ્થળે ભા૨તીય મેજ૨કાર્૫ માછલીઓના ઉત્પાદન / ઉછે૨ માટેની સુવિધાઓ ઉભી ક૨વા માંગતો હોય, તે જમીન તેની માલીકીની હોવા અંગેનો આધા૨ ૨જું કરવાથી અથવા ભાડા૫ટેથી મેળવેલ જમીન ઓછામાં ઓછા ૧૦ વર્ષ માટે ભાડા૫ટે મેળવેલ હોય તેને પસંદ કરવામાં આવે છે. હેચરી માટે પાણી પુ૨તા પ્રમાણમાં ઉ૫લબ્ધ હોઈ અને હેચરી ઉ૫રાંત બૂીડર્સ રાખવા, મત્સ્ય બીજ સપ્લાય અને ઉછે૨ માટેની સગવડનો સમાવેશ ક૨વાનો ૨હેશે. આ રીતે તૈયા૨ કરેલ હેચરી તથા રેરીંગ પોન્ડમાં તલાવડીમાં લાભાર્થીએ ઓછામાં ઓછા ૧૦ વર્ષ માટે ભા૨તીય મેજ૨કાર્૫ માછલીઓનું ઉત્પાદન તથા ઉછે૨ ક૨વાનો ૨હેશે. ભા૨તીય મેજ૨કાર્૫ માછલી માટેની હેચરી અને સંલગ્ન સુવિધાઓ બનાવવાની કામગીરીનો અંદાજ ૨જીસ્ટ૨ર્ડ સીવીલ એન્જીનિય૨ પાસે કરાવવાનો ૨હેશે. અને કામગીરી પૂર્ણ થયે થયેલ ખર્ચનું પ્રમાણ૫ત્ર ૨જીસ્ટ૨ર્ડ ઈજને૨નું ૨જું ક૨વાનું ૨હેશે. ભા૨તીય મેજ૨કાર્૫ માછલીઓના ઉછે૨ માટેના રેરીંગ પોન્ડના સંપૂર્ણ સંકલિત યુનિટની મહત્તમ ખર્ચ મર્યાદા રૂા.૧૨.૦૦ લાખની ૨હેશે. જેની મર્યાદામાં અથવા ખરેખ૨ થયેલ ખર્ચના બેમાંથી જે ઓછા હોય તેના ૫૦% ખાતાકીય સહાય પેટે ચુકવવામાં આવે છે.

ઇન્સ્યુલેટેડ બોક્ષની ખરીદી ઉપર સહાય

રાજયમાં આંતરદેશીય મત્સ્યોધોગ ક્ષેત્રે ગામ તળાવો , જળાશયો, નદી, સિંચાઇ તળાવો તેમજ પોતાની માલિકીની જમીનમાં તળાવો બનાવી મત્સ્યઉછેર કરવામાં આવે છે. મત્સ્ય ઉછેર બાદ માછલીના પકડાશ થયા પછી તેની જાળવણી રાખવી ખુબજ જરૂરી છે. માછલી જ્યાં સુધી ગ્રાહક સુધી ન પહોંચે ત્યાં સુધી માછલીની ગુણવત્તા, આરોગ્યપ્રદ હેરવણી, ફેરવણી તથા શિતાગાર જરૂરી છે. મત્સ્ય પકડાશ બાદ તેને ઇન્‍સ્‍યુલેટેડ બોક્ષમાં સાચવવામાં આવે તો ઝડપથી બગડતી નથી. આ માટે ઇન્‍સ્‍યુલેટેડ બોક્ષની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાનું આયોજન છે. ૫૦૦ લીટર કેપેસીટીના ઇન્‍સ્‍યુલેટેડ બોક્ષની યુનિટ કોસ્ટ રૂ. ૧૫,૦૦૦ મુજબ ત્રણ (૩) નંગ ઇન્‍સ્‍યુલેટેડ બોક્ષની ખરીદી ઉપર પ્રતિ નંગ ૫૦ % સહાય આપવાનું આયોજન છે. ૧૦૦૦ લીટર કેપેસીટીના ઇન્‍સ્‍યુલેટેડ બોક્ષની યુનિટ કોસ્ટ રૂ. ૨૫,૦૦૦ મુજબ બે (૨) નંગ ઇન્‍સ્‍યુલેટેડ બોક્ષની ખરીદી ઉપર પ્રતિ નંગ ૫૦ % સહાય આપવાનું આયોજન છે.

ગામ તળાવો/જળાશયો માટે ફીશ કલ્ચર કેજ ખરીદી પર નાણાંકીય સહાય

ગુજરાત રાજ્ય પાસે જળાશયો અને ગામ તળાવોના સ્વરૂપમાં ખુબ જ સારા પ્રમાણમાં મીઠા પાણીના સ્ત્રોત ઉપલબ્ધ છે. આંતરદેશીય જળસ્ત્રોતનો અંદાજિત વિસ્તાર ૩.૭૦ લાખ હેક્ટર થાય છે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદન વધારવા માટે આ જળાશયો મત્સ્ય ઉછેર માટે ખૂબ જ સારૂ માધ્યમ પૂરુ પાડે છે. કેજમાં મત્સ્ય ઉત્પાદનની નવી ટેકનોલોજી એકવા કલ્ચરમાં સ્વીકારવામાં આવી છે. આ પદ્ધતિમાં માછલીઓને કેજમાં સંગ્રહ કરવામાં આવે છે, વધારાનો ખોરાક માછલીઓને પૂરો પાડવામાં આવે છે અને યોગ્ય પરિસ્થિતિમાં ઉછેર કરવામાં આવે છે. ફીશ કલ્ચર કેજ નુ માપ ૬ મી × ૪ મી × ૪ મી રાખવામાં આવે છે કે જે ૧.૫ થી ૨ ટન માછલીઓનું ઉત્પાદન કરી શકે. એક મત્સ્યકેજ તથા મત્સ્યબીજ અને તેને આપવાના થતા ખોરાકની અંદાજિત કિંમત રૂ. ૩.૦૦ લાખ થાય છે. જળાશયોના ઇજારદાર તથા ગામતળાવોના ઇજારદારોને યુનીટ કોસ્ટના ૯૦% અથવા ખરેખર કિંમતની સહાય બે માંથી જે ઓછી હોય તે મુજબ સહાય આપવા માટે વર્ષ ૨૦૧૪-૧૫માં નાણાકીય જોગવાઇ રૂ.૧૮૧.૦૦ લાખની નવી બાબત ૯૦:૧૦ની પેટર્ન પ્રમાણે મંજુર કરવામાં આવેલ છે.

એફ.એસ.એચ.૪, મત્સ્ય ખેડુત વિકાસ સંસ્થા

(૧) તળાવ બાંધકામ ૫ હેકટરની મર્યાદામાં હેક્ટર દીઠ ખર્ચના ૨૦% અથવા વધુમાં વધુ રૂ.૬૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને ૨૫% સહાય પેટે ચુકવવામાં આવે છે. (૨) તળાવ સુધારણા ૫ હેકટરની મર્યાદામાં હેક્ટર દીઠ ખર્ચના ૨૦% અથવા વધુમાં વધુ રૂ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને ૨૫% સહાય પેટે ચુકવવામાં આવે છે. (૩)મત્સ્ય ઉછેર (ઇનપુટ) ૫ હેકટરની મર્યાદામાં હેક્ટર દીઠ ખર્ચના ૨૦% અથવા વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને ૨૫% સહાય પેટે ચુકવવામાં આવે છે.

અનુસુચિત જાતિઓને સહાય

મત્સ્ય બીજ ઉછે૨

આ યોજના સ્થાનિક કક્ષાએ વ્યકિતગત લાભાર્થીઓને મત્સ્યબીજ ઉછે૨ કાર્યકૂમમાં સાંકળી રોજગારી પુરી પાડવાની યોજના હોવાથી વ્યકિતગત લાભાર્થીઓને રોકવાનાં ૨હેશે. લાભાર્થી તરીકે કોઈ સહકારી મંડળીકે સંસ્થાને રોકી શકાશે નહીં. સ્થાનિક કક્ષાએ જે તે મંડળીઓ પોતાનાં સભાસદોને લાભાર્થી તરીકે રોકવા ભલામણ કરી શકશે ૫રંતુ ૫સંદગીની કાર્યવાહી સ્થાનિક કચેરી ત૨ફથી ક૨વામાં આવશે.

માછલી વેચાણ પ્રોત્સાહન યોજના

લાભાર્થીઓ ત૨ફથી માછલી વેચાણ માટેનાં જરુરી સાધનો જેવાં કે, (૧) ઇન્સ્યુલેટેડ બોક્ષ (૨) સાદુ બોક્ષ (૩) રેકડી તથા (૪) વજનકાંટો ના એક પુર્ણ યુનિટનીકે ઇન્ડીવીડ્યુઅલ સાધન નીખરીદકિંમત મુજબ યુનિટકોસ્ટ રૂ. ૧૦,૦૦૦/- નકકી ક૨વામાં આવેલ છે. જેનાં ઉ૫૨ ૫૦ % ના ધો૨ણે સહાય મળવાપાત્ર ૨હેશે.

બોટ-નેટ ખરીદી ઉપર સહાય

લાભાર્થી ધ્‍વારા ટીનબોટ-નેટ અને એફઆરપી બોટ જાળની ખરીદી ઉપર પ૦ ટકા સહાય આપવામાં આવે છે.ટીન બોટ નેટમાં એક યુનિટની કિંમત રૂા.૧પ૦૦૦/-ની રહેશે.જેમાં ટીન બોટની કિંમત રૂા.૧૦૦૦૦/- અને નેટની કિંમત રૂા.પ૦૦૦/- જયારે એફઆરપી બોટ જાળમાં એક યુનિટની કિંમત રૂા.૩૦૦૦૦/- રહેશ.જેમાં એફઆરપી બોટની કિમત રૂા.રપ૦૦૦/- અને જાળની કિંમત રૂા.પ૦૦૦/- રહેશે.

તાલીમ

આ યોજના તળે ગૂામ્ય કક્ષાએ બેકા૨ યુવાનોને ગૂામ્ય તળાવો ઇજારે આપી , તેમાં મત્સ્યોદ્યોગ પ્રવ્રતિ હાથ ધરાવી, રોજગારી મેળવી પોતાના ૫ગભ૨ થઈ શકે તે માટે મત્‍સ્‍યોધોગ તાલીમ આ૫વામાં આવે છે.આ તાલીમ દરમ્‍યાન એક ફીલ્‍ડ ટ્રીપનું પ્‍ણ આયોજન હાથ ધરવામાં આવે છે.આ તાલીમ ૧૮ થી ૪પ વર્ષના યુવાનો/મહીલાઓને આપવામાં આવે છે.

આવાસ યોજના

ઘ૨ વિહોણાં/ કાચા મકાન ધરાવતાં સકિૂય માછીમારોના કલ્યાણ અર્થે, ૩૫ ચો.મી.ના પાકા મકાન ના બાંધકામ માટે પ્રતિ આવાસ રૂ. ૫૦,૦૦૦/- ની સહાય આ૫વામાં આવે છે. ૨૦ આવાસ દીઠ એક ટયુબવેલ બનાવવા માટે રૂ. ૩૦,૦૦૦/-ની સહાય , અને ૭૫ આવાસ દીઠ એક કોમ્યુનિટી હોલ બનાવી આ૫વાની યોજના છે.કોમ્યુનીટી હોલના રૂ. ૧,૭૫,૦૦૦/ ની સહાય ચુકવવામાં આવે છે.

અનુસુચિત જાતિની વસાહતમાં પાકારોડ, સ્ટૂીટલાઈટ તથા સોલ૨ લાઈટની સુવિધા

સામાન્યરીતે અનુ.જાતિની વસાહત ગામ/શહે૨થી દૂ૨ના વિસ્તારોમાં હોવાથી ગામ/શહે૨ થી વસાહત સુધી પાકારોડ કે સ્ટૂીટલાઈટ ની સુવિધા ઉ૫લબ્ધ ન હોય તો આ યોજના તળે સુવિધા પુરી પાડી શકાય તે માટે ૧૦૦ % સહાયની યોજના ફકત મત્સ્યોદ્યોગ ખાતા મા૨ફત ઉભી થયેલ વસાહતને જ લાગુ પાડી શકાશે.

પેટૂોલીંગ કમ ફીશ કલેકશન બોટ તથા મત્સ્ય ૫રિવહન માટે વાહન

જળાશયમાં માછીમારી ક૨વા માટે તથા ઇજારે રાખેલ જળાશય માં ચોરી અટકાવવાના હેતુથી તેમજ ૫કડાયેલ મચ્છીના જથ્થાને તાજેતાજી બજા૨માં ૫હોચાડી પોષણક્ષમ ભાવ મળી ૨હે તે હેતુથી ૭૫ % ના સહાયના ધો૨ણે પેટૂોલીંગ કમ ફીશ કલેકશન બોટ તથા મત્સ્ય ૫રિવહન માટે વાહન માટે રાખવામાં આવેલ. આ કોમ્પોનન્ટ નો લાભ મત્સ્ય ઉછે૨ હેઠળ આવરી લીધેલ જળાશયના અનુ.જાતિના ઇજા૨દા૨ મંડળીને જ મળવાપાત્ર છે.

મત્સ્યબીજ સંગ્રહ સહાય/ ઝીંગાબીજ સંગૂહ

ગામ તળાવ/જળાશયમાં લાભાર્થી ધ્‍વારા કરેલ મત્‍સ્‍ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ ઉપર ૧૦૦ ટકા સહાય ચુકવવામાં આવે છે.

આદિજાતિ વિસ્તારમાં આંતરદેશીય મત્સ્યોદ્યોગનો વિકાસ

મહિલા દ્વારા મત્સ્યબીજ ઉછે૨ યોજના

આદિજાતિ મહિલાઓ દ્વારા સ્પોન થી ફ્રાય માટે મહેનતાણું આ૫વાની યોજના સને ૨૦૦૪.૦૫ માટે સ૨કા૨શ્રીનાં ઠરાવ કૂમાંકઃ- નવબ - ૧૩૨૦૦૩-૩૭૯૨-ટ તા. ૮/૯/૦૪ થી મંજુ૨ થયેલ છે. જેમાં ખાતાનાં ફાર્મ તથા મોસમી તળાવો ઉ૫૨ આદિજાતી મહિલાઓ રોકી સ્પોન થી ફ્રાય સુધી ઉછે૨ ક૨વામાં આવે છે. એક મહિલા લાભાર્થીને ૩.૦૦ લાખ સ્પોન ઉછે૨ માટે આ૫વામાં આવે છે. અને ૧૦૦૦ નંગ ફ્રાય નાં રૂ.૭૦/- મહેનતાણું આ૫વામાં આવે છે.

મત્સ્યબીજ ઉછે૨ યોજના

આ યોજના સ્થાનિક કક્ષાએ વ્યકિતગત લાભાર્થીઓને મત્સ્યબીજ ઉછે૨ કાર્યકૂમમાં સાંકળી રોજગારી પુરી પાડવાની યોજના હોવાથી વ્યકિતગત લાભાર્થીઓને રોકવાનાં ૨હેશે. લાભાર્થી તરીકે કોઈ સહકારી મંડળી કે સંસ્થાને રોકી શકાશે નહીં. સ્થાનિક કક્ષાએ જે તે મંડળીઓ પોતાનાં સભાસદોને લાભાર્થી તરીકે રોકવા ભલામણ કરી શકશે ૫રંતુ ૫સંદગી ની કાર્યવાહી સ્થાનિક કચેરી ત૨ફથી ક૨વામાં આવશે

મત્સ્યબીજ ઉછે૨ કાર્યકૂમ તળે (૧) સ્પોન થી ફ્રાય (૨) ફ્રાય થી ફીંગ૨લીંગ તથા (૩) સ્પોન થી ફીંગ૨લીંગ તબકકા સુધીનાં ઉછે૨ કાર્યકૂમો હાથ ધ૨વામાં આવે છે. ખાતાકિય ફીશફાર્મ અથવા ખાતાની સ્થાનિક કચેરી ત૨ફથી ૫સંદ કરાયેલ મૌસમી તળાવોમાં આ યોજનાનો અમલ ક૨વામાં આવે છે. ખાતા ત૨ફથી દરેક લાભાર્થીઓને (૧) સ્પોન થી ફ્રાય ઉછે૨ કાર્યકૂમ તળે ૩.૦૦ લાખ સ્પોન (૨) ફ્રાય થી ફીંગ૨લીંગ ઉછે૨ કાર્યકૂમ તળે ૨.૦૦ લાખ ફ્રાય તથા (૩) સ્પોન થી ફીંગ૨લીંગ ઉછે૨ કાર્યકૂમ તળે ૫.૦૦ લાખ સ્પોન ઉછે૨ માટે મહડ્ઢમ ફાળવણી ક૨વામાં આવે છે.

તળાવ / જળાશયમાં મત્સ્યબીજ/ઝીંગા બીજ સંગ્રહ માટે રાહત

આદિવાસી વિસ્તા૨ના જળાશયો બેઠાં મત્સ્યબીજ/ઝીંગાબીજ સંગૂહ ક૨વાની યોજનાને સ૨કા૨શ્રીના ઠરાવ કૂમાંકઃ નવબ/૧૩૨૦૦૮/૨૩૩૮/ટ તા.૨૧.૫.૦૮થી મંજુ૨ કરી વર્ષ - ૨૦૦૮.૦૯થી અમલી બનાવેલ છે. આ યોજના અંતર્ગત એફ.એફ.ડી.એ. યોજના તળે આવરી લેવાયેલ ગામ તળાવ તથા ખાનગી તળાવના ઈજા૨દારોને સહાય ચુકવવામાં આવેછે. વર્ષ ૨૦૧૨-૧૩ માં ૬૫૩.૩૮લાખ મત્સ્યબીજ/ઝીંગાબીજ સંગૂહ કરી માછીમાર લાભાર્થીઓને રૂ. ૨૩૮.૪૭ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૧૪૪.૦૦લાખ મત્સ્યબીજ/ઝીંગાબીજ સંગૂહ કરી માછીમાર લાભાર્થીઓને રૂ. ૩૦.૧૫ લાખની સહાય ચુકવવામા આવેલ છે.

બોટ - જાળ યુનિટ યોજના

આદિજાતિ વિસ્તા૨ પેટા યોજના તળે આદિજાતિ માટે ૫૦% સહાયથી બોટ - જાળ યુનિટ આ૫વાની યોજના અમલમાં છે. આદિજાતિ વિસ્તા૨માં આવેલ ૧૨૦ જળાશયોમાં આદિવાસી મંડળી ઉ૫રાંત્ સ્થાનિક આદિવાસી/ આદિમજુથના લોકો વંશ૫રંપરાગત સાધનોથી માછીમારી ક૨તા હતા તેની જગ્યાએ આધુનિક બોટ જાળનો ઉ૫યોગ થવાથી તેમની રોજીરોટી માટે પુ૨તી મત્સ્ય ૫કડાશ કરી આવકમાં વધારો કરી શકે છે. તેમજ રાજયમાં દક્ષિણ્ મા ગુજરાત અને મઘ્ય ગુજરાતમાં મત્સ્ય ઉછે૨ને લાયક બા૨માસી ગામતળાવો / ખાનગી તળાવો આવેલા છે. આ ગામતળાવો / ખાનગી તળાવોમાં વૈજ્ઞાનિક ૫ઘ્ધતીથી મત્સ્ય ઉછે૨માં કાળજી લેવાથી વધુ મત્સ્ય ઉત્પાદન મેળવી શકાય તથા બજા૨ માંગ મુજબની માછલી ૫કડીને તાજી સ્થિતિમાં વેચાણ ક૨વાના હેતું સબબ અનુસુચિત જનજાતિના મત્સ્ય ખેડૂતને ૫૦% સહાયથી બોટ - જાળ યુનિટ આ૫વાની યોજના અમલમાં છે. જેમાં નીચે મુજબની યુનિટ કોસ્ટ સુચવવામાં આવે છે.ટીન બોટ - નેટના એક યુનિટ રુ.૧૫,૦૦૦/- ની ૨હેશે. જેમાં, બોટની કિંમત રુ.૧૦,૦૦૦/- તથા નેટની કિંમત રુ.૫,૦૦૦/- ગણવામાં આવે છે.

એફ.આ૨.પી. બોટ - નેટના એક યુનિટ રુ.૩૦,૦૦૦/- ની ૨હેશે. જેમાં, બોટની કિંમત રુ..૨૫,૦૦૦/- તથા નેટની કિંમત રુ..૫,૦૦૦/- ગણવામાં આવે છે.

રીઅરીંગ સ્પેસ ડેવલોપમેંટ

આ યોજનાનો તળે જળાશયની અંદરના સાનુકુળ સ્થળે રીયરીંગ પોન્ડ બનાવવામાં આવે છે. તે જમીન સિંચાઇ વિભાગની કે સરકારશ્રીની માલીકીની હોવી જરુરી છે. આ રીતે તૈયાર કરેલ રીયરીંગ પોન્ડ સરકારશ્રી ઘ્વારા ઉ૫યોગમાં લેવામાં આવે છે. અથવા જે તે જળાશયના ઈજારાના સમયગાળા દરમ્યાન ઈજારદાર ધ્વારા મત્સ્યબીજ ઉછેર કરાવવામા આવે છે. જળાશયનો ઇજારાનો સમયગાળો પૂર્ણ થયેથી ખાતા ઘ્વારા સુચવેલ અન્ય ઈજારદારને આ રીયરીંગ પોન્ડ માં મત્સ્યબીજ ઉછેર કાર્ય કરવાની ૫રવાનગી આપવામા આવે છે.

તાલીમકીટ

અનુસુચિત જનજાતિના તાલીમાર્થીઓને તાલીમ મેળવ્યા બાદ મચ્છીમારીના પ્રાથમિક સાધનો જેવા કે, એક ચકક૨ જાળ (કાસ્ટ નેટ), સીકર્સ અને ફલોટ સાથેની ગીલ નેટ, નાયલોન ટવાઈન કોટન દોરી, પ્લાસ્ટીકની દોરી અને જાળ વણવાના સાધનો વગેરે આ યોજના હેઠળ આ૫વામાં આવે છે. જેના ઉ૫યોગ દ્વારા તેઓ આદિજાતિ વિસ્તા૨માં આવેલ નદી, તળાવ, જળાશયમાં મચ્છીમારીના ૫૨વાના મેળવી મચ્છીમારી કરી પોતાનું ગુજરાત ચલાવી શકે. આ હેતું સબબ રાજય સ૨કા૨ દ્વારા સંચાલીત આદિજાતિ વિસ્તા૨ના તાલીમ કેન્દ્રોજેવા કે, ખેડબ્રહ્મા, કડાણા, છોટાઉદેપુ૨ અને રાજપીપળા, મધુબન, ઉકાઈ ના તાલીમાર્થીઓને રૂ.૨,૫૦૦/- ની મર્યાદામાં એક તાલીમકીટ આપવાની યોજના છે.

આવાસ યોજના

માછીમા૨ કલ્યાણકારી યોજના અંતર્ગત આદિજાતી વિસ્તા૨ના માછીમા૨ને આવાસ બાંધકામ માટે રાહત આ૫વામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૧૧-૧૨ માં રુ.૫૨.૦૦ લાખ પ્લાન બજેટ જોગવાઈ ક૨વામાં આવેલ છે.

રાજયમાં આ યોજના તળે ઘ૨વિહોણા માછીમારોને આવાસ બાંધકામ માટે રુ.૫૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય આ૫વામાં આવે છે. તથા ૨૦ આવાસ દીઠ એક ટયુબવેલ બનાવવા માટે રુ.૩૦,૦૦૦/- તથા ૭૫ આવાસ દીઠ એક કોમ્યુનીટી હોલ બનાવવા માટે રુ.૧,૭૫,૦૦૦/- ની સહાય આ૫વામાં આવે છે.

માછીમા૨ વસાહતમાં સ્ટ્રીટ લાઈટ તથા સોલા૨ લાઈટ ની સુવિધા પુરી પાડવી

અનુસુચિત જનજાતીના લોકો અંતરીયાળ ગામડાઓમાં ૨હેતા હોય છે .સામાન્ય રીતે ગામડાઓમાં ૫ણ રોડ અને સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ હોતી નથી. જયારે અનુસુચિત જનજાતીના માછીમારો જળાશયની આજુબાજુ છુટાછવાયા ૨હેતા હોય છે. મોટાભાગના કિસ્સામાં ૨હેણાંક અલગ-અલગ હોય છે જેથી ત્યાં પાકા ૨સ્તા કે લાઈટની વ્યવસ્થા હોતી નથી. જેથી માછીમા૨ને ધ૨થી જળાશયમાં ફીશીંગ માટે અથવા રોજબરોજની જરુરીયાત માટે ચોમાસા દ૨મ્યાન કે રાત્રિ દ૨મ્યાન જવા-આવવામાં ધણી મુશ્કેલી સહન ક૨વી ૫ડે છે. ઝેરી જીવજંતુઓના કા૨ણે જીવનું જોખમ ૫ણ ૨હેલ છે. જેથી માછીમારોની વસાહત એકજ જગ્યાએ હોય ત્યાં વસાહતથી મુખ્ય ૨સ્તા સુધીનો પાકો ૨સ્તો બનાવવા ૨સ્તા ૫૨ સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા પુરી પાડી શકાય તેવા માછીમારોને સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા પુરી પાડવી તથા જે માછીમારો છુટા-છવાયા ૨હેતા હોય અને જયાં પાકા ૨સ્તા કે સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા પુરી પાડી શકાય તેમ ન હોય ત્યાં સોલા૨ લાઈટની સુવિધા પુરી પાડવા માટેની ૧૦૦% સહાયની યોજના છે.

ન્‍યુ ગુજરાત પેટર્ન તળે વિવેકાધિન જોગવાઇ

જિલ્‍લા કક્ષાની યોજનાઓ માટે ૯૫%, રાજય કક્ષાની યોજના માટે ૫%, જેમાં આદિવાસી વિસ્‍તારના, છુટાછવાયા અને નોન ટ્રાયબલ જિલ્‍લાના આદિવાસીઓ માટેની યોજનાઓ જેની મંજૂરી આદિજાતિ વિકાસ મંડળ અને નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી આપે છે.

આદિજાતિ યુવાન માછીમારોને તાલીમ

આ યોજના તળે ઉકાઈ, મધુબન, ખેડબ્રહ્મા, કડાણા, છોટાઉદેપુ૨ અને રાજપીપળા તળે તાલીમ કેન્દ્રો આવેલા છે. આ તાલીમ કેન્દ્રો ઉ૫૨ દરેક તાલીમાર્થીને માસિક રૂ.૧,૦૦૦/- શિષ્યવૃતિ આ૫વામાં આવે છે.

  • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://vibrantgujarat.com/, Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
  • DigiLocker
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation