મત્સ્યોધોગ ખાતાના વર્ગ -૩ મદદનીશ મત્સ્યોધોગ અધિક્ષક (સીનીયર) સંવર્ગની સીધી ભરતી (જાહેરાત ક્રમાંકઃ GF/201516/1 ) અંગે પરીક્ષાના પરિણામ બાબતે પસંદગી / પ્રતિક્ષા યાદી

મત્સ્યોદ્યોગ કમિશ્નર

ભારતના પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત રાજય દેશનો ૧/૩ ભાગનો દરિયા કિનારાનો વિસ્‍તાર તેમજ ઇકોનોમીક એકસકલુઝીવ ઝોન ધરાવતો હોઇ મત્‍સ્‍યોદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવતું રાજય છે. જે દેશના કુલ દરીયાઇ ઉત્‍પાદનમાં ૨૦ % જેટલો ફાળો આપે છે. વળી ૬ મોટા જળાશયો તથા નાના મોટા જળાશયો તથા સરદાર સરોવરના કમાન્‍ડ એરીયાથી આંતરદેશીય મત્‍સ્‍યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે.

૩.૭૬ લાખ હેકટર જેટલો ભાંભરાપાણીનો વિસ્‍તાર ધરાવતું રાજય હોઇ વલસાડ, સુરત, ભરૂચ જેવા દરિયાઇ વિસ્‍તારના જીલ્‍લાઓમાં ભાંભરાપાણી મત્‍સ્‍યોદ્યોગના વિસ્‍તારની વિપુલ તકો ધરાવે છે. જેમાં ઝીંગા જેવી વધુ કિંમત ધરાવતી માછલી મળે છે. માછલી માછીમારોને આર્થિક રીતે પગભર કરવામાં મદદરૂપ થઇ શકે તેમ છે. પશુધન ગણતરી ૨૦૦૭ મુજબ રાજયમાં ૧૦૫૮ મત્‍સ્‍યગામોમાં ૫.૫૯ લાખ માછીમારોની વસ્‍તિમાં ૨.૧૮ લાખ સક્રિય માછીમારોછે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન ૨૬૭૦૨ યાંત્રિક હોડીઓ તથા ૯૬૨૨ બિન યાંત્રિક હોડીઓ મળી કુલ ૩૬૩૨૪ હોડીઓ સાથે મત્‍સ્‍ય પકડાશ દવારા દરીયાઇ મત્‍સ્‍ય ઉત્‍પાદન ૬.૯૯ લાખ મે.ટન તથા આંતરદેશીય મત્‍સ્‍ય ઉત્‍પાદન ૧.૪૩ લાખ મે.ટન થયેલ છે. જેમાંથી ૩.૦૫ લાખ મે.ટન પરદેશ નિકાસ કરી રૂ. ૫૨૦૨.૩૦ કરોડનું વિદેશી હૂડીયામણ કમાવી દેશના આર્થિક વિકાસમાં મહત્‍વનો ફાળો આપેલ છે.

યોજનાઓ

દરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ

ખેડુતોએ દરિયાઇ મત્સ્યોદ્યોગ માટેશું કરવું જોઈએ

૧ મે, ૧૯૬૦ ના દિવસે જ્યારે ગુજરાતને બંધારણીય રાજ્યનો દરજ્જો મળ્યો, અને ગુજરાત રાજ્ય મુંબઇમાંથી છુટું પડ્યું ત્‍યારે મત્‍સ્‍યોદ્યોગ વિભાગ પોતાની પાસે રહેલી ૩૫૩૧ જેટલી બોટો સાથે શરૃ થયો હતો. જેમાં ૩૧૪ જેટલી મશીનથી ચાલતી અને ૩૨૧૭ જેટલી મશીન વગર ચાલતી બોટોનો સમાવેશ થતો હતો. દરિયાઇ ઉત્‍પાદન ૭૯૪૧૨ મિલિયન ટન જેટલું હતું. જેની કુલ કિંમત રૂ.૧૭૫.૭૫ લાખ જેટલી હતી. વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન બોટોની સંખ્‍યા વધીને ૩૫૫૩૨ જેટલી થઇ ગઇ છે. જેમાં ૨૫૬૧૨ મશીન વડે ચાલતી અને ૯૯૨૦ મશીન વગર ચાલતી બોટોનો સમાવેશ થાય છે. અને દરિયાઇ ઉત્‍પાદન ૭,૦૦,૭૪૩ ટન જેટલું થયું છે. જેની કુલ કિંમત રૂ.૪૯૫૦૮૮.૨૨ લાખની થાય છે.

આંતરદેશીય મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ

ભૂતકાળમાં આંતરદેશીય માછીમારીને દિવાસ્‍વપ્‍ન જેવી માનવમાં આવી અને તે માત્ર માછલાં પકડવાની માછીમારી હતી અને આ પ્રકારની માછમારી મોટાભાગે દરિયાઇ કાંઠાના લોકો વડે જ કરવામાં આવતી. નદીઓમાંથી પકડવામાં આવતી માછલીઓને લીધે મત્‍સ્‍ય ઉતપાદન વધારવા માટેનો નવો માર્ગ ખુલ્‍લો થયો છે જેવા કે

ભાંભરા પાણી મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ

ભારતના દરીયા કિનારાના ૬૦૦૦ કી.મી. વિસ્તારમાં આશરે ૧૪.૨ લાખ હેકટર જેટલો ખારાશવાળો પટ્ટો ભાંભરાપાણીના મત્સ્યોધોગના વિકાસ માટે ઉપલબ્ધ છે. આ કિનારા વિસ્તારની બીનફળદ્રુપ પડતર જમીનનો ઉપયોગ મત્સ્ય ઉત્પાદન વધારવા માટે કરવા ઉપરાંત ભાંભરાપાણીમાં મત્સ્ય ઉછેરથી "ઝીંગા" જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ જ અગત્યતા ધરાવે છે તથા વિદેશી હુંડીયાણુ કમાવી આપે છે. તેનો ઉછેર કરી સારુ ઉત્પાદન મેળવી શકાય છે. આંતરરાષ્ટ્રીય બજારની માંગને પહોંચી વળવા આપણા દેશના ભાંભરાપાણીના વિસ્તારોનો વિકાસ કરી અને તેમાં મત્સ્ય ઉછેર કરવાની ખુબ જ આવશ્યકતા છે. ગુજરાત રાજયમાં પ્રાથમિક સર્વે મુજબ ૮૯,૦૦૦ હેકટર જમીન ભાંભણાપાણીમાં ઝીંગા ઉછેર માટે વધુ અનુકુળ છે.

મત્સ્યોદ્યોગ અને વર્ણન નું મહત્વ

 • વેપારી નામ: કાળી પોમ્ફ્રેત
 • વૈજ્ઞાનિક નામ: અરસ્ત્રોમતૅસ નીગેર
 • ગિયર વપરાયેલ: ગિલ નેટ અને હોડીમાં નેટ
 • ટોચની મોસમ: ડિસેમ્બર થી ઓગસ્ટ
 • વિતરણ: ભારત ના પશ્ચિમ અને પૂર્વ દરિયાકિનારા
 • વિપુલતા વિસ્તારો: મહારાષ્ટ્ર અને ગુજરાત દરિયાકિનારા
કાળી પોમ્ફ્રેત
 • https://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • https://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • https://vibrantgujarat.com/, Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
 • DigiLocker
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • Investment Intention Form
 • Strategic Partnership Form
 • Strategic Partnership Form
 • 150 Years of Celebrating The Mahatma: External website that opens in a new window
Go to Navigation